ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું ૧૧ જાન્યુ.એ પીએમના હસ્તે ઉદ્દઘાટન

Tuesday 30th November 2021 14:36 EST
 
 

ગાંધીનગરઃ ગિફ્ટ સિટીમાં દેશનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ તૈયાર થઈ ગયું છે, જેનું વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ૧૧ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન કરશે. કાર્યક્રમમાં બુલિયન ટ્રેડિંગ સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય વ્યાપારીઓ અને કેન્દ્રિય મંત્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં સોના-ચાંદીના વ્યાપારનું ભારે ચલણ છે ત્યારે બુલિયન એક્સચેન્જ કાર્યરત થયા બાદ મહત્ત્વનું ટ્રેડિંગ સેન્ટર બની શકે છે. કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારામને તાજેતરમાં ગિફ્ટ સિટીની મુલાકાત લઈને બુલિયન એક્સચેન્જ કેવી રીતે કામગીરી કરશે તે અંગે જાણકારી મેળવી હતી.


comments powered by Disqus