ઉમર ગૌતમ અને સલાઉદ્દીન સામે ૧૮૬૦ પાનાની ચાર્જશીટ

Tuesday 30th November 2021 12:01 EST
 

વડોદરાઃ દુબઇના હવાલા કાંડ તેમજ ધર્માન્તરણ માટે ફંડિંગના ચકચારી પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીની થયેલી તપાસ અને પુરાવાઓ સહિતની ચાર્જશીટ રજૂ કરી છે.
યુપી પોલીસ બાદ વડોદરા પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન આફમી ટ્રસ્ટને વર્ષ-૨૦૧૪થી વિદેશમાંથી એફસીઆરએ હેઠળ રૂ. ૧૯ કરોડ અને દુબઇથી હવાલા મારફતે રૂ. ૬૦ કરોડ મળી રૂ. ૭૯ કરોડ મળ્યા હોવાની વિગતો ખૂલી હતી. આ રકમના ઉપયોગની તપાસ કરવામાં આવી હતી. જેમાં ધર્માન્તરણ, સીએએ અને એનઆરસી જેવા આંદોલન, દિલ્હીના કોમી તોફાનના આરોપીને મદદ કરવા જેવા મુદ્દે ફંડિંગ કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી હતી.


comments powered by Disqus