કેવડિયા ખાતે વધુ ૪૫ ઇ-રિક્ષા પ્રવાસીઓની સેવામાં મૂકાઈ

Tuesday 30th November 2021 11:58 EST
 
 

રાજકોટ: પીએમ મોદીએ અખંડ ભારતના ઘડવૈયા ભારતરત્ન લોખંડી પુરુષ, સરદાર સાહેબને યોગ્ય શ્રધ્ધાંજલી આપવા માટે તેમજ આવનાર પેઢી ભારત નિર્માણમાં સરદાર સાહેબે આપેલ યોગદાનને યાદ કરે તે માટે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં કેવડીયામાં સ્થાપિત કરી છે.
સાથેસાથે ઇકો-ટુરીઝમનાં વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક આર્થિક પ્રગતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મુકયા છે, તેના કારણે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યુ છે. કેવડિયા SOU પરિસરમાં સ્થાનિકોને રોજગારી આપવાનું ઉદાહરણરૂપ કાર્ય પણ થયુ છે.
પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશીભરી નિતી રહી છે. આ દિશામાં અજોડ કદમ ઉઠાવતા ગત ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ નાં રોજ વડાપ્રધાને SOUADTGA વિસ્તારમાં પ્રદુષણ ઓછુ થાય તેવા શુભ આશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
જેને સાકાર કરતા અગાઉ ૧૦ જેટલી મહિલા સંચાલિત ઇ-રીક્ષાનું પ્રાયોગિક ધોરણે અમલીકરણ કરવામાં આવ્યુ હતુ. જેને પ્રવાસીઓ તરફથી ભારે પ્રતિસાદ પ્રાપ્ત થતા વધુ ૪૫ જેટલી ઇ-રીક્ષા પ્રવાસીઓની સેવામાં મુકવામાં આવી છે. હવે કુલ મળીને મહિલા સંચાલિત ૫૫ જેટલી ઇ-રીક્ષા સેવામાં
કાર્યરત છે.


comments powered by Disqus