ગુજરાતમાં ૧૧ દેશોના પ્રવાસીઓનું એરપોર્ટ પર કડક સ્ક્રીનિંગ થશે

Tuesday 30th November 2021 14:29 EST
 
 

ગાંધીનગર: ગુજરાત સરકારે ભારત સરકારની ગાઇડલાઇન પ્રમાણે ૧૧ દેશોમાંથી આવતાં પ્રવાસીનું કડક સ્ક્રીનિંગ કરવાનો આદેશ આપ્યો છે. જો કોઇ મુસાફર કોરોના પોઝિટિવ જણાશે તો તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાશે. યુરોપ, યુકે, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝિલેન્ડ, ઝિમ્બાબ્વે અને હોંગકોંગના મુસાફરોનું એરપોર્ટ પર જ સ્ક્રિનિંગ કરાશે. જો કોઇ મુસાફર આ દરમિયાન પોઝિટિવ જણાય તો તે દર્દીને ફરજિયાત આઇસોલેશનમાં રહેવું પડશે. જ્યારે તે ફ્લાઇટમાં મુસાફરી કરનારાં અન્ય તમામ મુસાફરોનું ટ્રેસિંગ સમય-સમય પર કરવામાં આવશે.


comments powered by Disqus