ગોધરામાં મિશનરી દ્વારા ધર્માંતરણ થયું હોવાના આક્ષેપ સાથે હોબાળો

Tuesday 30th November 2021 11:50 EST
 

ગોધરા: તાજેતરમાં ભરૂચ તથા બરોડામાં ધર્મપરિવર્તનના અહેવાલો વચ્ચે ગોધરા શહેરમાં એક સિંધી પરિવારના સદસ્યોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હોવાના આક્ષેપ થયા છે. ગોધરાના ભુરાવાવ વિસ્તારની અંકુર સ્કૂલ પાસેની શિવશક્તિ સોસાયટીના એક મકાનમાં ધર્મ પરિવર્તન થતાં હોવાના આક્ષેપ સાથે ટોળું મકાનની બહાર ઉમટી પડ્યું હતું. મકાનમાં આણંદ, નડિયાદ, પેટલાદ તથા ગોધરાના ખ્રિસ્તી સમુદાયના લોકો ભેગા મળીને અન્ય લોકોનું ધર્મ પરિવર્તન કરી રહ્યાનો આક્ષેપ હિન્દુ સંગઠન તથા સમાજના લોકોએ કરીને હોબાળો મચાવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મકાનમાંથી ૧૧ જેટલા ખ્રિસ્તી સમુદાયના ઇસમોને પોલીસ મથકે લઇ ગયા હતા. 


comments powered by Disqus