પતિના મોત બાદ પત્નીની જાણ બહાર સાસરિયાઓ દ્વારા રૂ. ૩૫ કરોડની ઉચાપત

Tuesday 30th November 2021 14:03 EST
 

ગાંધીધામઃ ગાંધીધામ, મુન્દ્રામાં પેટ્રોલપંપ સહિતના વેપાર સાથ સંકળાયેલા આદિપુરનાં યુવાનનું કોરોનાના કારણે અવસાન થતાં પત્ની પતિની વારસદાર હોવા છતાં તેણીને અંધારામાં રાખી દિયર, સાસુ સહિતે બેંક વ્યવહાર તેમજ ફિક્સ ડિપોઝિટ સહિતની રૂપિયા ૩પ કરોડ જેટલી માતબર રકમની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતાં ભારે ચકચાર મચી ગઈ છે.
શર્મિલાના પતિ કૌશિક તેમના પરિવાર સાથે અનેક વ્યવસાયમાં જોડાયેલા હતા. જેથી શર્મિલાએ પતિના વ્યવસાયની તપાસ કરવા ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગઈ હતી. જ્યાં તેમને અંબિકા ઓટોમોબાઈલ્સ નામનો આઈઓસીનો પેટ્રોલપંપ હોવાનું ધ્યાને આવ્યું હતું.
શર્મિલાના પતિના નિધન બાદ આરોપી દિયર ચિરાગ અગ્રવાલ તેની પત્ની નીલમ અગ્રવાલ, સાસુ પુષ્પા અગ્રવાલ, અંબિકા ઓટોમોબાઈલ્સના એકાઉન્ટન્ટ હરિ શંકર શર્મા, મનોહર શર્મા, સચિન મહેશ્વરી, ગોપાલ નારંગ તથા ભાડુઆત ગજેન્દ્ર પટેલે એકબીજા સાથે મળી કૌશિક ધંધામાં ભાગીદાર હોવા છતાં અલગ અલગ વ્યવસાય, બેંકખાતા, શર્મિલા તથા તેમના પુત્ર અને પુત્રીની ફિક્સ ડિપોઝિટની રકમ મેળવવા શર્મિલાની ખોટી સહી કરી બનાવટી અરજી કરી આશરે રૂપિયા ૩પ કરોડની ઉચાપત કરી લીધી હતી. ઘટનાની જાણ થતા શર્મિલાએ ફોજદારી નોંધાવી હતી.


comments powered by Disqus