પ્રવાસન અને યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી માંડવી એરપોર્ટનો રન-વે લંબાવાશે

Tuesday 30th November 2021 14:01 EST
 
 

અમદાવાદઃ કચ્છ પ્રવાસન્ સ્થળ તરીકે અલાયદું સ્થાન ધરાવે જ છે, તેની સાથે સરહદી સલામતી માટે પણ તેનું ખૂબ જ મહત્વ છે. આ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને હવે કચ્છના માંડવી એરપોર્ટના રન-વેને લંબાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માંડવી એરપોર્ટનો હાલનો રન-વે ફક્ત ૧૫૦૦ મીટરનો છે. આ એર સ્ટ્રીપ પર હાલમાં એકદમ નાના ચાર્ટડ વિમાનો ટેકઓફ-લેન્ડ કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. પરંતુ હવે આ રન-વે પર રાજ્ય સરકારનું નવું ચેલેન્જર ૬૫૦ ઉપરાંત ૭૨ સીટર એટીઆર અને બોમ્બાર્ડીયર પ્રકારના વિમાનો ટેકઓફ- લેન્ડ થઇ શકે તે માટે તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે.
માંડવી સહિત કચ્છ-ભુજ અને ધોળાવીરાની આખી ટૂરીઝમ સર્કિટ ટૂરીસ્ટોમાં વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે અમરેલીના માંડવી એરપોર્ટની એરસ્ટ્રીપને ઘણાય વર્ષો બાદ એક્સપાન્સન માટેની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. રાજ્યના સ્ટેટ એવિએશન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક કલેક્ટર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક મળી ચુકી છે. પરંતુ આ રન-વેને પહોળો કરવો અતિ પડકારજનક હોવાનું જાણવા મળ્યુ છે.
માંડવી એરપોર્ટના રન-વેમાં રાજ્ય સરકારનું નવુ ચેલેન્જર ૬૫૦ ઉપરાંત ૭૨ સીટર એટીઆર અને બોમ્બાર્ડીયર પ્રકારના વિમાનો ટેકઓફ- લેન્ડ થઇ શકે તે માટે તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી છે. જેના માટે હવે વધુ ૧૦૦૦થી ૧૨૦૦ મીટર રન-વે લંબાવાવાની જરૂરીયાત ઉભી થઇ છે. જેની એક દરખાસ્ત તૈયાર કરી ત્યાંના સ્થાનિક કલેક્ટરને પણ સુપરત કરાઇ છે જેથી આગામી સમયમાં રન-વેની કામગીરી આરંભવામાં આવે. રાજ્યના સ્ટેટ એવિએશન અને ગુજસેલની ટીમે સ્થાનિક કલેક્ટર પાસે જમીન સંપાદીત કરવા ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી જેમાં રન-વેના એક્સપાન્શનને લઇ ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.


comments powered by Disqus