અમદાવાદઃ ગુજરાત કેડરના IPS અધિકારી અને સીબીઆઈના વિશેષ ડાયરેક્ટર પ્રવીણ સિંહાને ઇન્ટરપોલની કાર્યકારી સમિતિમાં એશિયાના પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ભારત તરફથી તેઓ ઉમેદવાર હતા. ભારત તરફથી બે પદ માટે ચીન, સિંગાપુર, કોરિયા અને જોર્ડન સામે દાવેદારી નોંધાવવામાં આવી હતી. ૮૯મી ઇન્ટરપોલ સભા દરમિયાન આ ચૂંટણી ચાલી અને તેમાં સિંહાની પસંદગી કરવામાં આવી હતી.

