બનાસકાંઠાના શિહોરી ગામે દિન-દહાડે દાદી-પૌત્રની નિર્મમ હત્યા

Tuesday 30th November 2021 13:59 EST
 

કાંકરેજઃ શિહોરી ગામમાં ધોળા દિવસે દાદી પૌત્રની હત્યા થઇ હોવાની ઘટના સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. રહેણાંક મકાનમાં દાદી પૌત્રની નિર્મમ હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓ પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, મૃતકના જેઠની ફરિયાદ મુજબ આ હત્યામાં મૃતકના પુત્રના પ્રેમ સંબંધનુ વેર રાખી બેચરાજીના શખ્સે હત્યાં કરી છે.
મારા ભત્રીજા ચિરાગનો મને ફોન આવ્યો કે, મારા મમ્મી ફોન નથી ઉપાડતાં જેથી મે મારા દીકરાને ત્યાં મોકલતાં મારા ભાભી અને ધાર્મિકને લોહીલુહાણ હાલતમાં જોતા દોડતો અમને કહેવા આવ્યો હતો.


comments powered by Disqus