રાજકોટમાં રૂ. ૩.૫ કરોડના ખર્ચે બનતી ૧૦૦ બેડની ઇન્ડો-અમેરિકન હોસ્પિ.ની કામગીરી પૂરજોશમાં

Tuesday 30th November 2021 14:06 EST
 
 

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આવેલી સિવિલ (PDU) હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. કોરોનાની બીજી ઘાતક લહેર બાદ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા શહેરના ચૌધરી હાઈસ્કૂલ મેદાન ખાતે ૩.૫ કરોડના ખર્ચે ઈન્ડો અમેરિકન સિસ્ટમથી ૧૦૦ બેડની કેપેસિટી ધરાવતી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ હોસ્પિટલની ખાસિયત એ છે કે મેક-શિફ્ટ હોસ્પિટલ સંક્રમિત રોગ વખતે ઉપરાંત અન્ય કોઈ આપત્તિ આવી પડે ત્યારે પણ જરુરતવાળા એવા કોઈ પણ સ્થળે ખસેડી શકાય છે. ખાસ કરી ઓમિક્રોનની દહેશત પહેલા આ હોસ્પિટલનું કામ પૂર્ણ કરી આગામી ટૂંક સમયમાં તેને દર્દીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે.
કોરોનાકાળમાં દર્દીઓને દાખલ કરવાની ક્ષમતા થોડી વધી શકે તે ઉદેશથી અમદાવાદમાં હંગામી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. બાદમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ આરોગ્યલક્ષી સગવડ પુરી પાડવા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલને લગોલગ ૧૦૦ બેડની આ મેક-શિફ્ટ હોસ્પિટલ સંક્રમિત રોગ વખતે ઉપરાંત અન્ય કોઈ આપત્તિ આવી પડે તો ત્યારે પણ જરુરતવાળા એવા કોઈ પણ સ્થળે ખસેડી શકાય એવી છે. પ્રિ- ફેબ્રિકેટેડ હોવા છતાં તેની ડ્યુરેબિલિટી બે દાયકા એટલે કે ૨૦થી ૨૫ વર્ષની હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.


comments powered by Disqus