રાજ્યમાં ત્રણ દિવસ માવઠાંની આગાહી

Tuesday 30th November 2021 14:39 EST
 
 

અમદાવાદઃ રાજ્યમાં પોણો ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે તેમજ ૧ ડિસેમ્બર મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની આંતરક્રિયાથી ૧થી ૨ ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં પોણો ઇંચ અને દક્ષિણ ગુજરાતમાં બેથી ત્રણ ઇંચ વરસાદની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં એક અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, તેનો ટ્રફ મધ્ય અરબ સાગર સુધી લંબાશે. 


comments powered by Disqus