સંસ્કૃતના વિદ્વાન ડો. ગૌતમ પટેલના પત્ની નીલમબહેનનું નિધન

Tuesday 30th November 2021 14:41 EST
 
 

અમદાવાદઃ સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન અને ગુજરાત રાજ્યની સંસ્કૃત સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ ડો. ગૌતમ વાડીલાલ પટેલના ધર્મપત્ની અ.સૌ. નીલમ ગૌતમ પટેલનો તા. ૨૨ ઓક્ટોબરના રોજ સ્વર્ગવાસ થયો છે. નીલમબહેન પોતે પણ સંસ્કૃતના પ્રખર જ્ઞાતા હતા. તેઓ તેમની પાછળ ત્રણ સંતાનો આશુતોષ પટેલ (સિનિયર જનરલ મેનેજર - પબ્લિક રિલેશન્સ, ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિ.), પુરુરવા પટેલ તથા દીકરી વેદજ્ઞા કાશીવાલા સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.


comments powered by Disqus