અમદાવાદઃ વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૨ના દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવાઓ શરૂ કરવામાં આવે અને આ માટે રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એમ રાજ્યના નાગરિક ઊડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું.
મોદીએ એમ પણ કહ્યું હતું કે નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનાવવા દેશભરમાં ગુજરાતે સૌ પ્રથમવાર આયોજન કરીને કેન્દ્રને દરખાસ્ત કરી છે. જેમાં ૧૦૮ દ્વારા સેવાઓની જરૂરિયાત માટે કોલ આવે તો કલાકના રૂ. ૫૦ હજાર લેખે, હોસ્પિટલમાંથી કોલ આવે તો રૂ. ૫૫ હજાર લેખે તથા કોઈ વ્યક્તિ કે નાગરિક દ્વારા આ સેવા માટે કોલ કરવામાં આવશે તો રૂ. ૬૦ હજારનું ભાડું નિયત કરાયું છે.

