સુપ્રીમમાં કેન્દ્રનો જવાબ, ગુજરાતમાં કોરોનાથી ૧૦,૦૯૨ લોકોનાં મોત

Tuesday 30th November 2021 14:27 EST
 
 

અમદાવાદ: કોવિડ-૧૯ના લીધે મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને વળતર આપવા માટે સુપ્રીમ દ્વારા આદેશ અપાયો છે. બાદમા કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમમાં જવાબ રજૂ કર્યો છે. કે ગુજરાતમાં કોવિડના લીધે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને વળતર પેટે રૂ. ૫૦,૦૦૦ ચૂકવવા માટે રાજ્ય સરકારે એક નોટિફિકેશન બહાર પાડેલું છે. જેમા સુપ્રીમના આદેશ બાદ સુધારો કરવામાં આવેલો છે અને વળતર મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવાઈ છે. કોવિનડા લીધે મૃત્યુ પામનારના પરિવારજનોને વળતર આપવા મુદ્દે સુપ્રીમ કરેલા આદેશ બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમમાં જવાબ રજૂ કર્યો છે. કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારજનોને વળતર આપવા મુદ્દે ગુજરાત સરકારે નોટિફિકેશન બહાર પાડેલું છે અને તેમાં સુધારો કરી સરળ પ્રક્રિયા અમલમાં મૂકી છે. ગુજરતમાં કોરોનાથી ૧૦,૦૯૨ લોકોનાં મૃત્યું થયાં છે. વળતર મેળવવા માટે ૧,૨૫૦ અરજીઓ મળી છે. જવાબમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂઆત થઈ છે કે ૩૪૭ કેસમાં વળતર પાટે ૧.૭૪ કરોડની ચૂકવણી કરાઈ અને ૯૨૫ કેસને મંજૂરી મળી છે. કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારજનોને વળતરપેટે ૫૦ હજાર ચૂકવવા માટે દરેક રાજ્યોમાંથી કોવિડના લીધે થેયાલ મૃત્યુઆંકની વિગત મેળવવામાં આવી રહી છે. સરકારે ફરિયાદ નિવારણ કમિટીની પણ રચના કરેલી છે.


comments powered by Disqus