હવે ઇઝરાયેલથી આવતા લોકોનો આરટીપીસીઆર ફરજિયાત કરાયો

Tuesday 30th November 2021 14:14 EST
 

અમદાવાદ: વિશ્વના કેટલાક દેશોમાંથી મળી આવેલા કોરોનાથી નવા વેરિઅન્ટના પગેલ ૧૧ દેશોમાં વધુ બે દેશનો ઉમેરો કરીને ગુજરાત સરકારે કુલ ૧૩ દેશોમાંથી આવતાં પ્રવાસીઓનાં એરપોર્ટ ઉપર જ ફરજિયાત RT-PCR ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. તદ્ઉપરાંત જેનો રિપોર્ટ પોઝીટીવ આવે તે દરેક કેસનાં સેમ્પલનું જીનોમ સિકવન્સીંગ પણ ફરજિયાત કરવાનો આદેશ કર્યો છે. અધિક નિયામક માફતે આ સંદર્ભે અમદાવાદ એરપોર્ટ ડિરેક્ટર સહિત તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો તેમજ જિલ્લાના આરોગ્ય અધિકારીઓને સુચના અપાઈ છે. જે દેશોમાંથી આવતા પ્રવાસીઓનું ઘનિષ્ટ ચેકિંગ સાથે RT-PCR ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમાં યુનાઇટેડ કિંગડમ સહિત સમગ્ર યુરોપના દેશો, સાઉથ આફ્રિકા સહિત સમાવેશ થાય છે.


comments powered by Disqus