ગાંધીનગર: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોના વધતા કહેર સામે ભારત સરકારે ૧૨ દેશોને હાઈ રિસ્ક જાહેર કર્યા છે. જેમાં યુકે સહિત યુરોપ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોટ્સવાના, ચીન, ન્યૂઝીલેન્ડ, મોરેશિયસ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયેલનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી ગુજરાત આવનારા પ્રવાસીઓ પૈકી કોઈ એકનો પણ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવશે તો ફ્લાઈટમાં સાતે આવેલા સહયાત્રીઓને ફરજિયાતપણે ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ એસીએસ મનોજ અગ્રવાલે માહિતી જાહેર કરી હતી. તેમણે કહ્યું, વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ફ્લાઈટમાં બેસતા પહેલાંનાં ૭૨ કલાકમાં થયેલા RTPCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ. નવા વેરિઅન્ટને પગેલ ભારત સરાકેર ૧૨ દેશોને હાઈ રિસ્ક હેઠળ સામેલ કર્યા બાદ અમદાવાદ અને સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફરીથી એક એક પ્રવાસીનો RTPCR ટેસ્ટ ફરજિયાત કર્યો છે. તેના માટે પ્રવાસીઓને બે વિકલ્પ આપવામાં આપ્યા છે.
એક ટેસ્ટ કે જેનો રિપોર્ટ ૨૦-૨૫ મિનિટમાં જ આવી જાય છે તેના માટે રૂ. ૨૭૦૦ અને બીજો ૬-૭ કલાકમાં રિપોર્ટ આપતા રૂ. ૪૦૦ના ચાર્જ સાથે આ પ્રકાશે થનારા ટેસ્ટિગમાં જો કોઈ પ્રવાસી કોવિડ ૧૯ પોઝિટિવ આવશે તો ફ્લાઈટમાં જ્યાં તેઓ બેઠા હતા તે હરોળ સહિત આગલની ત્રણે અને તેવી જ રીતે પાછળની ત્રણે હરોળના તમામ પ્રવાસીને ફરજિયાતપણે ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. તેઓ જ્યાં રોકવાના છે તે વિસ્તાર કે શહેરોની આરોગ્ય ટીમનું સુપરવિઝન પણ તેમના પર રહેસે. વિદેશમાંથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરનારા પ્રવાસીઓ માટે સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન પ્રાઇવેટ ક્વોરન્ટાઈનની પણ વ્યવસ્થા કરી છે. જો વિદેશથી આવેલા પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેના સેમ્પલનું જિનોમ સિક્વન્સ પણ થાય છે. બહારના દેશોમાંથી આવતા અધિકાંશ પ્રવાસીઓએ બંને ડોઝ લીધા હોય છે. ગુજરાતમાં પણ ૯૩ ટકા નાગરિકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. જ્યારે ૬૪ ટકાને બેઉ ડાઝ મળી ચૂક્યા છે.

