ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગિસ કુરિયનની ૧૦૦મી જન્મજયંતિના ભાગરૂપે આણંદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડો. કુરિયન દ્વારા સ્થાપવામાં આવેલી એન. ડી. ડી. બી.ના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૧૫૦૦ લોકોએ એકત્ર થઇ ડો. વર્ગિસ કુરિયનના ૯૨ બાય ૧૨૮ ફૂટના વિશાળ પોટ્રેટનું ફોર્મેશન રચી પ્રણેતાને અનોખી શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે એન. ડી. ડી. બી ના ચેરમેન મીનેશ શાહ, ડો. કુરિયનનાં પુત્રી નિર્મલા કુરિયન, જી. સી. એમ.એમ. એફના મેનેજિંગ ડિરેક્ટર ડો. આર. એસ. સોઢી વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા.નોંધનીય છે કે શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગિસ કુરિયને ખેડૂતો,પશુપાલકો સહિત સમગ્ર ગ્રામીણ ક્ષેત્રને વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર બનવાની ચાવી ૫૦ વર્ષ પહેલાં જ આપી દીધી હતી. જેને ચરોત્તર નહીં જ પણ ગુજરાતના તમામ ગામડાંએ અપનાવી હતી.

