૩ ફૂટના વરરાજા અને ૨.૭૫ ફૂટની કન્યાએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

Tuesday 30th November 2021 14:08 EST
 
 

જૂનાગઢઃ ગીરગઢડાના કાળુભાઈ બાંભણીયા જેમના પરિવારમાં પતિ-પત્ની બે પુત્રો અને એક દીકરી છે જેમાં તેમનો સૌથી નાનો પુત્ર ભીખાભાઈ બાંભણીયા કે જેમની ઉંમર ૨૮ વર્ષ અને હાઈટ ૩ ફૂટની છે. તેમના લગ્ન રસુલપુરા ગામના મોહનભાઈ સોલંકીની પુત્રી હંસાબેન સાથે યોજવામાં આવ્યા હતા. ૨૫ વર્ષના હંસાબેન ૨.૭૫ ફુટના છે. આ લગ્નને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ગીરગઢડામાં રહેતા ભીખાભાઈ કાળુભાઈ બાંભણિયાનુ કદ ૩ ફુટ જેટલુ છે. ૨૮વર્ષીય આ યુવક બગ્ગીમાં બેસીને ડીજેના તાલે રસુલપાર ખાતે જાન લઈને પહોંચ્યો હતો. જ્યાં હંસાબેન સાથે વાજતેગાજતે ભીખાભાઈના લગ્ન થયા હતા. મોટી સંખ્યામાં સ્નેહીઓએ હાજરી આપીને બંનેને આર્શીવાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભીખાભાઇ જયમુરલીધર રામામંડળ સાથે જોડાયેલા છે. અને જેમાં પ્રધાન અને ગગુડીયાનું કોમેડી પાત્ર ભજવે છે. જ્યારે કન્યા હંસાબેન ઘરકામ કરે છે. ત્યારે હવે બન્ને સાથે સંસાર માંડવાની શરૂઆત કરી છે.


comments powered by Disqus