કચ્છના સાંસદના ભાણેજે ગોળી મારી આપઘાત કર્યો

Wednesday 01st September 2021 06:22 EDT
 

ગાંધીનગર: નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામના કાચા માર્ગ પર બપોરના સમયે કચ્છ-મોરબી સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનું બંધ કારમાં ફાયરિંગ થવાની મોત નિપજયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇ કારનો દરવાજો ખોલી મૃતદેહને પી.એમ. કરવા માટે નખત્રાણા ખસેડવા તજવીજ હાથ ધરી હતી તો યુ.એસ.ના જર્યોજિયાની યુનિવર્સિટીમાં મેડીકલનું અભ્યાસ કરતા યુવકે પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
નખત્રાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, એફ.એસ.એલ.ટીમની હાજરીમાં રિવોલ્વર અને કાર કબજે કરવા તજવીજ હાથ ધરી હતી. ભારે ચકચાર જગાવનાર આ બનાવ પાછળનું કારણ અકળ હોવાથી પોલીસે તેનો તાગ મેળવવા તપાસનો દોર આરંભ્યો છે. કોટડા જડોદર ગામના આંતરિક કાચા માર્ગે હોન્ડા અમેઝ કારમાં અક્ષય રમેશભાઇ લોંચા નામના ૨૩ વર્ષિય યુવકનું ગોળી વાગવાથી મોત થયું હતું. યુવકે પોતના હાથે જ રિવોલ્વરથી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. યુવક પાસે રહેલી રિવોલ્વર ક્યાંથી આવી તે તપાશ કરવામાં આવી રહી છે.


comments powered by Disqus