કચ્છઃ આમ તો કચ્છના તમામ પ્રદેશોની પોતાની આગવી સુંદરતા છે. તેમાં પણ ચોમાસામાં તો અનેક પ્રદેશો નવા રંગરૂપ ધારણ કરે છે. કચ્છના નદી-નાળા અને તળાવોમાં પાણી ખળખળ વહી નીકળે છે. ન્યુ યોર્ક ટાઇમ્સે નોંધ લીધા બાદ જગવિખ્યાત બનેલા કાડિયાધ્રોમાં હવે પ્રવાસીઓની સંખ્યા વધી છે. અહીં પહોંચવું કઠીન હોવા છતાં સારી સંખ્યામાં હાલ પર્યટકો આવી રહ્યા છે. વળી અહીંના ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ સારો થયો હોવાથી પાણી પણ વહી રહ્યા છે. જેના પગલે આ ધ્રો અને તેના ખકડોની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે. પર્યટકો અહી આવીને પ્રકૃતિનું જતન કરે તે પણ એટલું જ જરૂરી છે.