ગાંધીધામઃ સંસ્કૃત ભાષાના વિકાસ અને પ્રચાર માટે કામ કરનારી સંસ્થા સંસ્કૃત ભારતી દ્વારા પૂર્વ કચ્છમાં સંસ્કૃત સપ્તાહની વિવિધ સંસ્થાઓ, શાળાઓના સહયોગથી ઉજવણી કરાઈ હતી. સંસ્કૃત ભાષાને ચલણમાં લાવવા માટે સારા એવા પ્રયાસો થઈ રહ્યા છે જેના ભાગરૂપે આજના સમયે મોર્ડન યુવતીઓ પણ કડકડાટ સંસ્કૃત બોલી જાણે છે. સહયોગ વિદ્યા ભારતી વિદ્યાલયમાં બાળકેન્દ્ર આદિપુરના ૮૦ બાળકોએ વિવિધ કૃતિઓ સંસ્કૃતમાં રજુ કરી હતી. ભરતનાટ્યમ, સુરમંદિર સંગીત કલાસ તથા સ્વર સંગમ સંગીત કલાસ દ્વારા સંસ્કૃતમાં ગીતો રજૂ કરાયા હતા.