જામનગરઃ જામનગર અત્યાર સુધીમાં હવાઇ માર્ગે મુંબઇ સાથે જ જોડાયેલું હતું પરંતુ વડાપ્રધાન, નરેન્દ્ર મોદીની ઉડાન યોજના અંતર્ગત આજે યાત્રાધામ નાગેશ્વરની રામેશ્વર સુધી અને તિરૂપતિથી દ્વારકા જવું યાત્રાળુઓ માટે સરળ બન્યુ છે. કેમ કે જામનગરથી બેંગ્લુરૂ અને હૈદ્રાબાદ માટેની વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન અને કેન્દ્રીય પ્રધાને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સાથે સાંસદ પૂનમબેન માડમે એરપોર્ટ ઉપર ફ્લાઇટને ફ્લેગ ઓફ આપ્યો હતો.
યાત્રાધામ નાગેશ્વરથી રામેશ્વર સુધી અને તિરૂપતિથી દ્વારકા જવું યાત્રાળુંઓ માટે સરળ બન્યું છે. સાથો સાથ બેગ્લુરૂ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં અલગ-અલગ પ્રકારના વ્યવસાયો સાથે સંકળાયેલા ધંધાર્થીઓ માટે પણ આરંભવામાં આવેલી આ ફ્લાઇટ સરળતારૂપ બની રહેશે.
આ પ્રસંગે સ્ટાર એરલાઇન્સના કિરણભાઇએ જામનગરથી બેગ્લુરુ અને હૈદરાબાદ માટેની સીધી ફ્લાઇટ સંદર્ભ વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં સપ્તાહમાં દર મંગળવાર,ગુરૂવાર અને શનિવારે જામનગરથી ઉડાન ભરશે. જેમાં આ બંને વીમાનો ટુ બાય વન મળી કુલ ૫૦ સીટના રહેશે. તેમજ હૈદરાબાદ જવાનું વિમાન સવારે ૯-૫૦ કલાકે ઉપડશે. જે બે કલાક પછી હૈદરાબાદ પહોચશે અને આ જ પ્લેન પુનઃજામનગર આવી સાંજે ૪.૪૫ કલાકે બેંગ્લોર જવા રવાના થશે.