ભાવનગર: ભાવનગર જિલ્લાના મીઢી વીરડી ગામના સરપંચ તથા ગામના અગ્રણીઓ અણુ વિદ્યુત મથક અને ડો. નિલમ ગોયલ કે જે પરમાણું સહેલીના નામથી સમગ્ર દેશમાં જાણીતા છે. તેમની સાથે બેઠક યોજી હતી. ડો. નિલમે અણુ વિદ્યુત મથકની જરૂરિયાત અને તેના ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપી સમજ આપતાં ગામના સરપંચ સહિત સૌ ગ્રામજનોને મીઠી વિરડીમાં અણુ વિદ્યુત મથક માટે પોતાની સહમતી અને ઇચ્છા દર્શાવી હતી. જે અગાઉ આ અણુ મથક માટે વિરોધ દર્શાવેલ હતો.
નિલમે જણાવ્યું હતું કે ઊર્જા માટે વપરાતું પેટ્રોલ ડીઝલ, કોલસો વગેરેનો જથ્થો ઘટી રહ્યો છે. ત્યારે અણુ વિદ્યુત મથક અને સસ્તો, સલામત અને અતિ ઉપયોગી નિવડશે. હવે વાહનો પણ વિજળીની ચાલતા માટેનો અભિગમ અપનાવાઇ રહ્યો છે. સારી બાબત એ છે કે અણુ મથક માટે જરૂરી યુરિનિયમનો જથ્થો ઉપલબ્ધ છે. તેમાં ૮૫ ટકા ભારત પાસે છે. દેશમાં ૨૩ વિદ્યુત મથકો છે. ગુજરાતમાં કાકરાપાર છે.
