ભુજઃ ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર (જેઆઇસી)ની જેલમાં એક પાકિસ્તાની નાગરીકનું આઠેક માસ પુર્વે મૃત્યુ નિપજયુ હતુ જેના મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે જામનગર લઇ ગયા બાદ ત્યાં કોલ્ડરૂમમાં રખાયો હતો. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેની દફનવિધી જામનગરમાં કરવામાં આવી હતી. બંને દેશની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અધિકારીઓની હાજરીમાં મુસ્લિમ રીતરિવાજ મુજબ અંતિમવિધી કરવામાં આવી હતી. મોટાભાગના કિસ્સામાં પાકિસ્તાની શખ્સના નામ-સરનામા ટુંકા હોવાથી પાકિસ્તાનની સરકાર આ શખ્સો ત્યાંના હોવાનો અસ્વિકાર કરે છે.