૨ વર્ષથી ઉપરનાં બાળકો માટે દેશમાં ઉપલબ્ધ થશે વેક્સિન

Wednesday 01st September 2021 06:34 EDT
 

દેશમાં ૨ વર્ષથી વધુ ઉંમરનાં બાળકો માટે દેશમાં હવે રસી ઉપલબ્ધ થઈ જશે. હાલમાં ૨ વર્ષથી વધુનાં બાળકો માટે ઝાયડસની વેક્સિનની ત્રીજી ટ્રાયલ ચાલી રહી છે. અમદાવાદની હેસ્ટાર બાયોલોજીકલ કંપની પણ રસી તૈયાર કરી રહી છે. જેનું બે મહિનામાં પ્રોડક્શન શરૂ થઈ જશે. કેન્દ્રએ જારી કરેલા ૨૩૦૦૦ કરોડના ૫૦ ટકા રાજ્યોને આપી દેવાયા છે. જેમાં દરેક જિલ્લા સ્તરે ૧૦,૦૦૦ કિલોના ઓક્સિજન પ્લાન્ટ, બાળકો માટે ૨૦ ટકા બેડ અને ICU અનામત રાખવામાં આવ્યા છે.
આ તબક્કે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા એ કહ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવાનું સૌથી સારું હથિયાર વેક્સિન છે. હવે ગુજરાતના અંકલેશ્વરમાંથી દેશને દર મહિને ૧ કરોડ ડોઝ વધુ મળશે. દુનિયામાં દેશમાં વેક્સીનનું સૌથી મોટું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં કોવેક્સીન પણ મહત્વપૂર્ણ હિસ્સો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતવુંત્વમાં દેશ બદલાઈ રહ્યો છે, આગળ પણ વધી રહ્યો છે. તેની પુરી દુનિયા નોંધ લઈ રહી છે.
COVAXINનો ૧ કરોડ ડોઝનો પ્રથમ જથ્થો અંકલેશ્વરથી રવાના
ભારતને હવે ગુજરાતના ભરૂચમાંથી દર મહિને મળશે COVAXINના ૧ કરોડ ડોઝ મળશે. ભારત બાયોટેકના અંકલેશ્વરના પ્લાન્ટમાંથી કો-વેક્સિનના પ્રથમ ૧ કરોડ ડોઝની બેચ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે રિલીઝ કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કો-વેક્સિનનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. તેની પ્રથમ ૧ કરોડ ડોઝની બેચને રિલીઝ કરવામાં આવી છે.


comments powered by Disqus