ગાંધીનગર: કોરોનાકાળ હોવા છતાં વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં સૌથી વધુ ૩૦.૨૩ અબજ ડોલર યુએસ ડોલરનું વિદેશી સીધું રોકાણ આવ્યું હોવાનું અને અગાઉના ૨૦૧૯-૨૦ની તુલનાએ ગુજરાતમાં ૨૦૨૦-૨૧ની એફડીઆઇમાં ૨૬૫ ટકાની વૃદ્ધિ થઈ હતી.
વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાત ખાતે કમ્પ્યૂટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રે એફડીઆઈ ૯૪ ટકા આવ્યું હોવાનું તથા કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે માત્ર ૨ ટકા એફડીઆઇ આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. ગુજરાતમાં જાન્યુઆરી-૨૧ અને ફેબ્રુઆરી-૨૧ દરમિયાન રૂ. ૩૭,૯૦૮ કરોડના મૂડીરોકાણ માટે આઇઇએમ ફાઇલ કરાયા છે.