અમદાવાદ: મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, કોરોનામાં જેમના માતા અને પિતા બન્નેના મૃત્યુ થયા છે તેમના ૧૮ વર્ષ સુધીના બાળકોને દર મહિને રૂ.૪ હજાર અપાશે. અભ્યાસ ચાલુ હોય તેવા પુખ્ત ઉમરના બાળકો ૨૧ વર્ષના થાય ત્યાં સુધી આફ્ટર કેર યોજનામાં દર મહિને રૂ.૬ હજાર અપાશે. ૨૧ વર્ષની ઉંમર બાદ પણ જો તેમનો અભ્યાસ ચાલુ હોય તો તે ૨૪ વર્ષનો થાય ત્યાં સુધી દર મહિને ૬૦૦૦ અપાશે. આ યોજનામાં તમામ અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માન્ય ગણાશે. આ જ રીતે ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબનના લાભ કોઈપણ આવક મર્યાદા વગર અપાશે.
મુખ્યપ્રધાને કહ્યું કે, વિદેશ અભ્યાસની લોન પણ કોઈપણ જાતની આવક મર્યાદા વગર પ્રાયોરિટીના ધોરણે અપાશે.