પાલનપુરઃ વડગામ તાલુકાના ડાલવાણા ગામના યુવકને પાંચ વર્ષ અગાઉ સુરત જતી બસમાંથી વડોદરા નજીક હાઈવે પરની હોટલ પર ઉતારી હત્યા કરવાના કેસમાં પાલનપુરના સાતમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ કુ.આર.એમ.આસોડિયાએ તમામ ૧૪ આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
વડગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પાંચેક વર્ષ અગાઉ એક યુવક તેની પિતરાઈ બહેનને લઈને નાસી છૂટયો હતો. જે અંગે ડાલવાણા ગામના કિરણકુમાર માનાભાઈ પરમાર પર તે જાણતો હોવાની શંકા હતી. જેથી કિરણ સુરત જતો હોય વડોદરા નજીક હાઈવે પરની હોટલ પર નયન દેસાઈને જાણ કરતા તેને બસસ્ટેન્ડમાં ઉતારી હાઈવે પરની હોટલમાં પૂરી, ઢોરમાર માર્યો હતો. ભાગી ગયેલા યુવક-યુવતી ક્યાં છે તે બતાવવા ધમકીઓ આપી અને વરવાડિયાથી કિરણને પકડવા ગયેલ લોકો તેને ગાડીમાં પરત લાવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેનું મોત થયેલ. જે અંગે વડગામ પોલીસ મથકે કિરણના ભાઈએ નવ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. જે અંગેનો કેસ પાલનપુરના સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટમાં ચાલ્યો હતો.