પાલનપુરમાં કપડાંનો વેપારી ડુંગળી-બટાકા વેચતો થયો

Wednesday 02nd June 2021 07:43 EDT
 
 

પાલનપુર: શહેરના વીર સાવરકર સર્કલ પાસે રેડીમેડ કપડાંની દુકાન ચલાવતાં જીતેન્દ્રભાઇ ઠક્કર ૪ કારીગર સાથે કામ કરતાં હતા. લોકડાઉનને પગલે ૨ કારીગરને છુટા કરી દીધા છે. હાલ બપોર સુધી જ દુકાનો ખુલ્લી હોઇ ઉપરાંત મંદી હોવાથી જીતેન્દ્રભાઇ વહેલી સવારના સરદાર માર્કેટમાંથી ડુંગળી, બટાકા લાવી તૈયાર કપડાં સાથે તેનું વેચાણ કરે છે. કપડાંમાં રોજના હજારો રૂપિયા કમાતા આ વેપારી ડુંગળી, બટાકા વેચી રોજના ૩૦૦ રૂપિયા રળી લે છે


comments powered by Disqus