અમદાવાદઃ કોરોનાના વધતા જતાં કેસને પગલે અમેરિકા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર સહિત ૨૧ દેશોએ ભારતની પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ જૂન મહિના સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ગુજરાતમાંથી જ વિદેશ જવા માગતા હજારો વિદ્યાર્થીઓનું આયોજન ખોરવાયું છે.
વર્ષ ૨૦૧૬થી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી ગુજરાતમાંથી કુલ ૧.૭૭ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા હતા. આ વર્ષે પણ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જવાનું આયોજન કરી રહ્યા હતા. પરંતુ વિવિધ દેશ દ્વારા ભારતની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવતા તેમનું આયોજન ખોરવાયું છે.