રાજકોટના ચાર વિદ્યાર્થીઓએ વાવેતરથી લઇને પાક લણી શકે તેવો રોબોટ બનાવ્યો

Wednesday 02nd June 2021 07:16 EDT
 

રાજકોટઃ કોરોના બાદ ખેતીકામમાં મજૂરો મળતા નથી. જેને કારણે ખેતીકામમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે રાજકોટમાં ઈલેકટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા રાજકોટના ચાર વિદ્યાર્થીઓએ રોબોટ બનાવ્યો છે. જેને ઈ-ફાર્મિંગ રોબોટ એવું નામ આપ્યું છે. આ રોબોટ માણસની મદદ વિના બિયારણ વાવેતરથી લઇને પાક ઉતારવા સહિતની તમામ કામગીરી કરી શકશે. એક વર્ષની જહેમત બાદ આ રોબોટ બનાવ્યો છે.
રોબોટ બનાવનાર વિદ્યાર્થી રાહુલ યાદવે જણાવ્યું હતું કે, મજૂરો નહીં હોવાથી પિતાને ખેતીકામમાં હેરાનગતિનો સામનો કરતા જોયા. જેના પરથી તેને વિચાર આવ્યો કે મજૂરની મદદ વિના ખેતીકામ થઇ શકે તે પ્રકારનો પ્રોજેક્ટ બનાવવો જોઇએ અને તેને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ એન્ડ કોમ્યુનિકેશનના છેલ્લા સેમેસ્ટરમાં આ પ્રોજેકટ બનાવ્યો. આ રોબોટ સેટેલાઈટ સાથે કનેક્ટેડ કર્યું છે અને એક મોબાઈલ એપ્લિકેશન પણ બનાવી છે.
જેને કારણે ખેડૂત ઘરેબેઠા આ રોબોટ ઓપરેટ કરી શકશે. આ રોબોટમાં કુલ બે સ્વિચ રાખવામાં આવી છે જે ઓપરેટ કરવાથી જમીન ખેડવી, વાવેતર અને દવા છંટકાવ વગેરે જાતે થઇ શકશે અને એક કેમેરો રાખ્યો છે. જેમાં રાશબરી પાઈનો ઉપયોગ કર્યો છે. જેની મદદથી રોબોટને પાક પાકી ગયાનો કમાન્ડ મળશે. અને તે જાતે પાક ઉતારીને પોતાની બાસ્કેટમાં મુકી દેશે.


comments powered by Disqus