રાજ્યમાં કોરોનાની દવા આપતા ૫૩ નકલી ડોક્ટર ઝડપાઈ ગયા

Wednesday 02nd June 2021 06:33 EDT
 

અમદાવાદ: કોરોના કાળમાં સારવારના બહાને પ્રેકિટસ કરતાં ૫૩ નકલી ડોક્ટર પકડાયાં છે. મોટાભાગના કિસ્સામાં બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરતા લોકો પર પોલીસે પસ્તાળ પાડી છે.
તબીબી ડીગ્રી કે પ્રેક્ટિસનો પરવાનો ન હોવા છતાં ગામડાના લોકોને કોરોનાની સારવારના નામે મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. અનેક જગ્યાએ દર્દીની તબિયત બગડે એટલે મોટી હોસ્પિટલમાં રિફર કરી સ્વાસ્થ્યને જોખમમાં મુકવામાં આવતું હોવાનું ડીજીપી આશિષ ભાટિયાના ધ્યાન પર આવ્યું હતું. ડીજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કર્યો હતો.


comments powered by Disqus