રાજ્યમાં શરૂ થતી પાંચ મેડીકલ કોલેજમાં રાજપીપળાની કોલેજનો સમાવેશ કરાયો

Wednesday 02nd June 2021 08:02 EDT
 

રાજપીપળાઃ ભારત સરકારની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અંતર્ગત ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી શરૂ થનારી પાંચ નવી મેડીકલ કોલેજમાં નર્મદા જિલ્લાની નવી મેડીકલ કોલેજનો સમાવેશ કરાયેલ છે.GMERS દ્રારા રાજપીપલામાં જીતનગર ખાતે નવી મેડીકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલ માટે મંજુરી અપાઇ છે. રાજપીપળાની નવી મેડીકલ કોલેજનું બાંધકામ આગામી વર્ષોમાં આકાર પામશે.
હાલમાં રાજપીપળા ખાતે મંજુર કરાયેલી નવી મેડીકલ કોલેજના પ્રથમ વર્ષના MBBSના અભ્યાસક્રમ માટે રાજપીપલા ખાતેની આયુર્વેદિક મેડીકલ કોલેજના બિલ્ડીંગમાં આગામી શૈક્ષણિક સત્રથી કાર્યરત થનાર હોઇ, આ બિલ્ડીંગમાં પ્રથમ વર્ષના અભ્યાસક્રમ માટેના જુદા-જુદા વિભાગો માટે જરૂરી અને પૂરતી સુવિધાઓની ઉપલબ્ધિ માટે PIUને સૂચન કરી તે મુજબની સુવિધાઓ ઉભી થાય તેના અભ્યાસ-નિરીક્ષણ માટે આજે વડોદરાથી રાજપીપળાની મેડીકલ કોલેજના નોડલ ઓફિસર અને ડીન ડૉ. આશિષ ગોખલે, વડોદરાની મેડીકલ કોલેજના ડીન એનેટોમી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ. વસંત વાણીયા, વગેરેએ રાજપીપળા આયુર્વેદિક કોલેજની સંયુકત મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી P.I.U. ને જરૂરી સૂચનો કર્યા હતા.
આરોગ્ય ક્ષેત્રે કંગાળ આ વિસ્તારમાં નવી મેડિકલ કોલેજ શરૂ થતાં વધુ આરોગ્ય સુવિધા મળી રહેશે.


comments powered by Disqus