સુરતઃ અમેરિકાથી ગુજરાતીઓએ મોકલેલા ૧૦૦ ઓક્સિજન કોન્સ્ટ્રેટરની મદદથી સુરત મહાનગરપાલિકા દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. જેથી કોરોના સંક્રમિત દર્દીને ઘર બેઠાં ઓક્સિજનની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરાઇ છે. ઓક્સિજન એક્સપ્રેસમાં ઓક્સિજન કોન્સ્ટ્રેટરની મદદથી દર્દીઓને ઘરબેઠાં ઓક્સિજન આપવામાં આવશે.
સુરત કોર્પોરેશન દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ લીલી ઝંડી બતાવવામાં આવી છે. પાલ અને ઉમરા હેલ્થ સેન્ટર દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ તૈયાર કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર પર ફોન કર્યા બાદ મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા તપાસ કરી દર્દીઓને જરૂરિયાત જણાય તો ૫ લીટર પર મિનિટ ઓક્સિજન આપી શકાશે. અમેરિકામાં રહેતા દક્ષિણ ગુજરાતના ગુજરાતી સમાજના લોકો દ્વારા ૧૦૦ જેટલા ઓક્સિજન કોન્સ્ટ્રેટર સુરત મહાનગરપાલિકાને આપવામાં આવ્યા છે. હેલ્પ લાઈન નંબર ઉપર કોરોના સંક્રમિત દર્દીને આ સુવિધા મળી શકશે. દર્દીનો ફોન આવતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી જશે ત્યારબાદ દર્દીની મેડિકલ તપાસ બાદ જો તેને ઓક્સિજનની જરૂરિયાત હશે તો તેને ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ત્યાં ઘરે જ ઓક્સિજન આપવામાં આવશે