રાજકોટ: ભારત સરકારે રાજકોટ સહિત દેશના ચાર રાજ્યમાં ‘એઈમ્સ’ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદે વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરી છે. જેમાં રાજકોટ ‘એઈમ્સ’ના સેન્ટર હેડ તરીકે પૂના હોસ્પિટલના કર્નલ ચંદનદેવસિંહ કટોચને કાર્યભાર સોંપાયો છે. રાજકોટ ‘એઈમ્સ’નું સુકાન સોંપાયું છે તે કર્નલ કટોચ પૂનાની આર્મી હોસ્પિટલના રીટાયર્ડ સિનિયર મેડિસીન પ્રોફેસર છે. જ્યારે જમ્મુ ‘એઈમ્સ’માં ડો. શક્તિ કુમાર ગુપ્તાને મુકવામાં આવ્યા છે. તામિલનાડુના મદુરાઈમાં
ડો. મંગુ હનુમંથા રાવને ડિરેકટર તરીકે કાર્યભાર સોંપાયો છે.

