વડા પ્રધાન મોદી કેવડિયામાં ડિફેન્સ કોન્ફરન્સમાં ભાગ લેશે

Wednesday 03rd March 2021 05:38 EST
 
 

કેવડિયા કોલોનીઃ અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે ચૂંટણી પત્યા બાદ તરત જ નર્મદા જિલ્લાના તંત્રને રાહત નહીં મળે કારણ કે, નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વધુ એક રાષ્ટ્રીય કક્ષાની ત્રણ દિવસીય ડિફેન્સની કોન્ફરન્સ યોજાનાર છે. જેમાં છઠ્ઠી માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ભાગ લેશે તેવા અહેવાલ છે.
કેવડિયા કોલોની ખાતે ટેન્ટ સિટી બેમાં ત્રણ દિવસિય ડિફેન્સની કોન્ફરન્સ યોજાનાર છે. આગામી તા. ૪ ,૫ અને ૬ માર્ચ સુધી આ કોન્ફરન્સ યોજાનાર છે. જેમાં દેશની ત્રણેય પાંખના વડા અને હાલમાં નવનિયુક્ત વડા પણ ઉપસ્થિત રહેશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઉપસ્થિત રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૬ માર્ચના દિવસે આવનાર છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. હાલમાં કાર્યક્રમને લઈને તૈયારીઓ પુરજોશમાં કેવડિયા ખાતે ચાલી રહી છે. ટેન્ટસીટી-૨માં આ કોન્ફરન્સ યોજાનાર છે, જેની તૈયારીઓ માટે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર લાગી ગયું છે. ઉલ્લેખનીય છે કે. આ કોન્ફરન્સમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવનાર છે.


comments powered by Disqus