હિન્દુ યુવતીઓને કોઇ ઉઠાવી જાય એ હવે નહીં ચાલે, કાયદો લાવીશઃ રૂપાણી

Wednesday 03rd March 2021 05:35 EST
 
 

અમદાવાદ: ગુજરાતમાં લવજેહાદનો કાયદો લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને કોઈ ઉઠાવી જાય એ હવે ચલાવી નહીં લેવાય. પંચમહાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંતિમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર કરવા આવેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગોધરા ખાતે આ જાહેરાત કરી હતી.
વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યું હતું કે મહાનગર પાલિકાઓના પરિણામોએ સાબિત કરી આપ્યું છે કે કોંગ્રેસ હવે વિરોધ પક્ષ તરીકે પણ લાયક રહી નથી. વધુમાં રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતનું સદનસીબ છે કે કોરોનામાં ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર નથી. ભાજપની સરકારે ગુજરાતમાં ગુંડા એક્ટ, લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેવા કડક કાયદા લાવીને ગુંડાઓ અને લુખ્ખા તત્વોનો સફાયો શરૂ કર્યો છે.


comments powered by Disqus