સેલવાસઃ દાદરા-નગર હવેલી (દાનહ) પ્રશાસનના કિન્નાખોરીયુક્ત અભિગમથી જ મારા પિતા મોહનભાઈ ડેલકરે અંતિમ પગલું ભર્યું તેવા આક્ષેપ સાથે જવાબદારો સામે સખત કાર્યવાહી કરવાની માંગણી અભિનવ ડેલકરે વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પાઠવેલા પત્રમાં કરી છે.
તપાસમાં અવરોધ અટકાવવા દાનહના પ્રશાસકપદેથી પ્રફુલ પટેલની હકાલ પટ્ટી કરવાની માંગ પણ કરાઈ છે. સાંસદ મોહન ડેલકરના પુત્ર અભિનવ મોહનભાઈ ડેલકરે વડા પ્રધાન અને ગૃહ પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આજે હું કુશળ નથી અને આપની કુશળતા પુછવાની મારી મનોસ્થિતિ નથી. પ્રશાસનના પૂર્વગ્રહયુક્ત અને કિન્નાખોર અભિગમથી મારા પિતાએ આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું છે.
પ્રશાસક, કલેકટર સહિતનાની ધરપકડની ચર્ચા
ડેલકર આપઘાત કેસમાં પ્રફુલભાઈ પટેલ પાસેથી પ્રથમ તબક્કે રાજીનામુ લઈ લેવાય એવી ચર્ચાએ દાદરા-નગર હવેલીવાસીઓમાં જોર પકડયું છે. બીજી તરફ મોહનભાઈ ડેલકરનાં કુટુંબીજનોનાં જવાબ લેવાયા બાદ મુંબઈ પોલીસ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, કલેકટર સંદીપકુમાર સિંગ, અગાઉનાં સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શરદ દરાડે તથા નિવાસી નાયબ સમાહર્તા અપૂર્વ શર્માની ધરપકડ કરવાની તૈયારી પોલીસે કરી હોવાની ચર્ચા
પણ પ્રદેશમાં પુરજોશમાં ચાલી રહી છે.
