અમારી સરકારે સરદાર પટેલને ઉચિત સન્માન આપવાનું કાર્ય કર્યું છેઃ અમિત શાહ

Tuesday 02nd November 2021 10:34 EDT
 
 

વડોદરા: અગાઉના સમયમાં હંમેશાં સરદાર પટેલની ઉપેક્ષા થતી આવી છે. જો કે, અમારી સરકારે ભારત રત્ન આપી, વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટર પ્રતિમા કેવડિયા ખાતે સ્થાપી, આ સ્થળને રાષ્ટ્રીય એકતા તીર્થ તરીકે પ્રચલિત કરીને તેમને ઉચિત સન્માન આપવાનું કાર્ય કર્યું છે તેમ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલી એકતા પરેડમાં આવેલા દેશના ગૃહમંત્રી આમિત શાહે પૂર્ની સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું. આઝાદીના ૭૦ વર્ષ સુધી દેશના ગરીબો વિકાસથી વંચિત રહ્યા હતા. જેને નરેન્દ્ર મોદીએ પ્રાથમિકતા આપીને ગરીબો માટે શુદ્ધ પાણી, રાંધણગેસ, વીજળી તથા મફત સ્વાસ્થ્ય સુવિધા અને હવે નલ સે જલ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ આપીને દેશના વિકાસ કાર્યોમાં જોડ્યા છે.
કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે પરેડ ગ્રાઉન્ડમાં ઉદબોધન કરતા તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતા પર્વનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે, ચાલુ વર્ષે દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે દેશની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય તે સમયે આવનારા સમયમાં દેશ કેવો હશે તે નિયત કરવા માટે સંકલ્પ લેવાનો છે. આ માટે જ આ વર્ષ મહત્ત્વપૂર્ણ છે, ચાલુ વર્ષને સૌ ૧૩૦ કરોડ ભારતવાસીઓએ સંકલ્પ વર્ષ તરીકે ઉજવવા ગૃહમંત્રીએ આહ્વાન કર્યું હતું.

સરદાર પટેલ દરેક દેશવાસીઓના દિલમાં વસે છેઃ પીએમ મોદી

એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત કરીને સામાજિક, આર્થિક અને બંધારણિય એકતાનો એક મહાયજ્ઞ ચાલી રહ્યો છે. સરદાર પટેલ માતેર એક ઐતિહાસિક હસ્ત નથી પરંતુ દરેક દેશવાસીઓના દિલમાં વસે છે તેમ વડા પ્રધાન મોદીએ ઇટાલીથી SOU ખાતે કરેલા વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું. સરદાર પટેલ જનમ જંયતિ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વડાપ્રધાન ઇટાલીથી વર્ચ્યુઅલ સંબોધન તકી રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કોટી કોટી વંદન કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાને સંબોધનમાં કહ્યું હતું કે, એકતાના આ સંદેશને જેઓ આગળ વધારી રહ્યાં છે તે લોકો એકતાની અતૂટ ભાવાનાના ખરા પ્રતીક છે.

જન સમૂહ તેમજ જવાનોને રાષ્ટ્રીય એકતાની પ્રતિજ્ઞા લેવડાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ ગ્રાઉન્ડમાં એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી કે હું સત્યનિષ્ટથી પ્રતિજ્ઞા લઉં છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને કાયમ રાખવા સ્વયંને સમર્પિત કરી દઈશ અને દરેક દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાને પણ સંપૂર્ણ પ્રયત્ન કરીશ.
હું આ પ્રતિજ્ઞા દેસની એકતાની ભાવનાથી લઉં છું જેને સરદાર વલ્લભભાઈ પટેલની દુરંદેશીતા તથા કાર્યો દ્વારા શક્ય બનાવી શકાયા છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું યોગદાન આપવાનો સત્યનિષ્ઠાથી સંકલ્પ લઉં છું.


comments powered by Disqus