રાજકોટઃ ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના ઉત્પાદનમાં રાજકોટ એ સમગ્ર વિશ્વમાં ચાઈના પછી બીજા ક્રમે છે. હાલ અહીં ૫ હજારથી વધુ પ્રોડક્ટ બને છે. ૧૦ વર્ષમાં આ ઉદ્યોગ ચાઈના કરતા આગળ હશે અને આ સાથે જ રાજકોટ સમગ્ર વિશ્વમાં પહેલા ક્રમે પહોંચી જશે. રાજકોટમાં સૌ પ્રથમ કાસ્ટિંગ એકમની સ્થાપના 1988 માં થઈ હતી અને ત્રણ દાયકામાં આ ઉદ્યોગની સંખ્યા 105ની થઈ છે. શાપરમાં સૌ પ્રથમ કાસ્ટિંગ એકમની સ્થાપના થઈ હતી. 5 હજારથી વધુ પ્રોડક્ટ અહીં બને છે, ૧૦ વર્ષ બાદ આ ઉદ્યોગ ચાઇના કરતા આગળ હશે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક્સપોર્ટ રૂ.22 હજાર કરોડનું હશે.
રાજકોટ કરતા હાલ ચાઈના આગળ છે એનું મુખ્ય કારણ એ છે કે, ત્યાં કાસ્ટિંગ બનાવવા માટે વપરાતા કાચા માલની પડતર ઓછી છે. તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વધારે છે. ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધા હોવાને કારણે પડતર કોસ્ટ નીચી આવે છે. જો રાજકોટમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય અને લોજિસ્ટિકની સેવા વધુ ઉપલબ્ધ થાય અને નિકાસકારોના ઈન્સેન્ટિવ વધારવામાં આવે તો રાજકોટના ઉદ્યોગપતિ ચાઈનાથી સ્પર્ધામાં આગળ નીકળી જાય. રાજકોટમાં વાલ્વ - પંપ, જનરલ એન્જિનિયરિંગ, ફાર્માસ્યૂટિકલ ક્ષેત્ર, ઓટોમોબાઈલ સહિતમાં ઉપયોગી પ્રોડક્ટ અહીં બને છે.
કાસ્ટિંગ એકમમાં જે વેક્સ ઈન્જેક્શનનો એરિયા, પેકિંગ ઇન્સ્પેક્શન એરિયામાં મહિલાઓ કામ કરી રહી છે. આ બધા ડિપાર્ટમેન્ટમાં મહિલાઓ કામ કરી છે. જે કાસ્ટિંગ એકમો છે તેમાં ૫૦ ટકા હિસ્સો એરકન્ડિશનર છે.
