એનસીડીએસ દ્વારા ડેરી ઉદ્યોગના વિકાસ માટે રૂ. ૫૦૦૦ કરોડની ડેરી સહકાર યોજના લોન્ચ

Tuesday 02nd November 2021 13:30 EDT
 
 

વડોદરા: સરદાર પટેલના ૧૪૬મા જન્મદિન તથા અમૂલના ૭૫ વર્ષ અને દેશની આઝાદીના હીરકવર્ષના ત્રિવેણી સંગમના યોગ પર આણંદ અમૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એનસીડીસી) દ્વારા ડેરી ઉદ્યોગના વિકાસ માટે રૂ. ૫૦૦૦ હજાર કરોડની ડેરી સહકાર યોજનાનું લોન્ચિંગ કર્યું હતું.
કેન્દ્રિય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દૂધનગરી આણંદમાં એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીના પરિસરમાં નવનિર્મિત સરદાર સભાગૃહનું લોકાર્પણ કરવા સાથે કણજરી દાણ ફેક્ટરીમાં રૂ. ૧.૭૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલી ઈથનો વેટરનરી પ્રોડક્ટ્સનું લોન્ચિંગ કર્યું હતું. તેમણે ખાત્રજમાં ૨૫૦૦ મેટ્રિક ટન ચીઝની સંગ્રહ ક્ષમતા ધરાવતા ઝચીઝ વેર હાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું.


comments powered by Disqus