કચ્છના સફેદ રણમાં અતુલ્ય ભારતની થીમ પર ટેન્ટ સિટી સાથે ૩૭ રિસોર્ટ તૈયાર

Tuesday 02nd November 2021 10:10 EDT
 
 

ભૂજઃ આ વિહંગ દૃશ્ય કચ્છના સફેદ રણમાં બનાવવામાં આવેલા ટેન્ટ સિટીનું છે. ૧ લી નવેમ્બરથી અહીં રણોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી યોજાનાર રણોત્સવમાં દેશભરમાંથી પ્રવાસીઓ આવશે. પ્રવાસીઓ માટે ટેન્ટ સિટીની સાથે ૩૭ નાના-મોટા રિસોર્ટસમાં સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ગત વર્ષે કોરોનાને કારણે રણોત્સવનું આયોજન થયું નહોતું. તેથી આ વખતે પ્રવાસીઓમાં બેવડો ઉત્સાહ છે. આ વખતના રણોત્સવની થીમ ‘અતુલ્ય ભારત’ રાખવામાં આવી છે. હસ્તકળાને સન્માન અને પ્રોત્સાહન આપવા માટે દેશભરના હસ્તકળા કારીગરોને ઉત્સવમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ટેન્ટ સિટીમાં આ કારીગરો દ્વારા તૈયાર કળાકૃતિઓ રાખવામાં આવશે.


comments powered by Disqus