કચ્છમાં રામમંદિરે જતા અનુ. જાતિ પરિવાર પર હિંસાચાર

Tuesday 02nd November 2021 10:16 EDT
 

ગાંધીધામ: કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર ઉપર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ગામમાં આવેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ સમયે દર્શન માટે ગયેલા દલિત પરિવાર ઉપર ગામના જ કેટલાક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે ૧૧ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીડિત પરિવારને સરકારે ૨૫ લાખની સહાયની જાહેરાત કરી છે.


comments powered by Disqus