અંબાજી: હવે મા અંબાના ભક્તો પણ જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે કારતક સુદ ૧૧થી પુનમ એમ પાંચ દિવસ સુધી યોજાતી લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર પર્વત ઉપર આવેલા ૫૧ શક્તિપીઠોની પરિક્રમા કરી શકાશે.
આ માટે અંબાજી મંદિર દ્વારા ટ્રાસ્ટ દ્વારા આયોજન હાથ ધરાયું છે. ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, સંભવતઃ એક વર્ષ બાદ એટલે કે આવતા શિયાળામાં પરિક્રમા શરૂ થઇ શકે છે.
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે , એક જ જન્મમાં દેશ-વિદેશમાં આવેલા શક્તિપીઠોમાં જઇ માતાજીના દર્શન કરવા એ દરકે મનુષ્ય માટે સંભત નહોતું. તેથી ભારત તેમજ શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને વગેરે દેશોમાં આવેલાં માતાજીનાં સ્થાનકો પ્રમાણે આબેહુબ ૫૧ શક્તિપીઠોનું નિર્માણ કરાવ્યું છે.

