જૂનાગઢમાં સાસુ-સસરા માતા-પિતા બની વિધવા પુત્રવધૂને પરણાવશે

Tuesday 02nd November 2021 13:29 EDT
 

જૂનાગઢઃ ખોળાના ખૂંદનાર માટે લોકો પથ્થર એટલા દેવની માફક પૂજે છે અને પુત્ર વૃદ્ધાવસ્થાની લાકડી છે. આ લાકડી છીનવાય ત્યારે તેની વેદના વર્ણવી ન શકાય આવું જૂનાગઢમાં બન્યું છે. એક નાગર ગૃહસ્થનો એકનો એક પુત્ર કિડનીના અભાવે મોત સામે ઝઝૂમે તે પિતાએ કિડની ડોનેટ કરી. પરંતુ વર્ષોથી પછી એકાએક વિદાય લેતા આ વૃદ્ધ દંપતિએ પુત્રવધૂના ભવિષ્યની ચિંતા કરી દ્વિતિય લગ્ન માટે સગપણ કર્યું છે.
જૂનાગઢની વસાવડા ખડકીમાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા લલિત ઓઝાને સંતાનમાં એક જ પુત્ર ગૌરાંગ હતો. તે યુવાવયે પહોંચતા આજથી ૨૧ વર્ષ પહેલાં શરીરમાં ગંભીર ઈજા પહોંચતાં તત્કાલ હોસ્પિટલે લઈ ગયા અને સમયસરની સારવારથી જિંદગી બચી ગઈ હતી. પરંતુ કિડનીમાં ગંભીર ઈજા હોવાથી વારંવાર બીમારીમાં પટકાતો હતો. મેડિકલ તપાસમાં તેની બંને કિડની ફેઈલ આવી હતી. પુત્રનો જીવ બચાવવા લલિતભાઈએ પોતાની એક કિડની પુત્રને ડોનેટ કરતાં અમદાવાદના ડો. એચ.એલ. ત્રિવેદી તથા તેમની ટીમે સફળતાપૂર્વક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું.
કિડની ટ્રાન્સપ્લાન્ટથી ગૌરાંગ સંપૂર્ણ રાખતો હતો. તેને વૈવાહિક જીવન દરમ્યાન સંતાનસુખ મળ્યું નહોતું. દરમિયાન એકાએકા ગૌરાંગની તબિયત લથડતાં તા. ૧૪-૫-૨૧ના રોજ તે અનંત યાત્રાએ ઉપડી જતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ચારેક માસ બાદ લલિતભાઈ અને પ્રવિણાબહેને પોતે વૃદ્ધાવસ્થામાં પ્રવેશ્યા છે અને પુત્રવધૂ હિતાશી પોતાની ગેરહાજરી બાદ આખી જિંદગી કેમ કાઢશે? તેવા વિચાર ચડ્યા અને તેમાં હિતાશીને બીજા લગ્ન કરતા તેમણે પણ સંમતિ આપતા દંપતીએ હાશકારો અનુભવ્યો હતો.


comments powered by Disqus