નવી દિલ્હીઃ દેશમાં ૩ લોકસભા અને ૨૯ વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ઘણી સીટો પર પ્રાદેશિક પાર્ટીનો દબદબો જોવા મળ્યો તો અમુક રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં શિવસેનાએ ભાજપને પછાડી દીધું છે.લોકસભાની પેટાચૂંટણીમાં પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની અને શિવસેના ઉમેદવાર કલાબેન ડેલકરનો ૫૧હજાર ૩૦૦ મતથી વિજય થયો. • પશ્ચિમ બંગાળઃ તમામ ૪ વિધાનસભા સીટ પર TMCની જીત • મધ્યપ્રદેશઃ ૧ લોકસભા, ૩ વિધાનસભા સીટ પર ભાજપની જીત • હિમાચલ પ્રદેશઃ ૧ લોકસભા, ૩ વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીત • આસામ : બે વિધાનસભા સીટ પર ભાજપની જીત • બિહારઃ ૧ વિધાનસભા સીટ પર JDUની જીત ૧ સીટ પર RJD આગળ • રાજસ્થાનઃ ૨ વિધાનસભા સીટ પર કોંગ્રેસ જીત તરફ • કર્ણાટકઃ CM બોમ્મઈના ગઢ હાવેરીમાં બેકફૂટ પર ભાજપ • કર્ણાટકઃ ૧ પર કોંગ્રેસ અને ૧ સીટ પર ભાજપ આગળ • હરિયાણામાં ૧ વિધાનસભા સીટ પર INLDની જીત • મહારાષ્ટ્રમાં ૧ વિધાનસભા સીટ પર કોંગ્રેસ આગળ • તેલંગાણામાં ૧ વિધાનસભા સીટ પર TRS
• આંધ્રપ્રદેશમાં ૧ વિધાનસભા સીટ પર YSRCએ જીત હાંસલ કરી • મિઝોરમમાં ૧ વિધાનસભા સીટ પર MNSની જીત • મેઘાલયની
૧ વિધાનસભા સીટ પર સત્તારૂઢ પાર્ટી NPPએ જીત હાંસલ કરી છે.

