ધોરાજીના કોંગી ધારાસભ્યે ડાયરામાં રૂપિયાનો વરસાદ કર્યો

Tuesday 02nd November 2021 13:26 EDT
 

ધોરાજીઃ રાજકોટ જિલ્લાના ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો ડાયરામાં પૈસા ઉડાવતો વીડિયો વાઇરલ થયો છે, જેમાં ધોરાજી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે લોક ડાયરાના આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં લલિત વસોયા દ્વારા કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં કલાકારો અને રાજનેતાઓની હાજરીમાં નિયમોના ધજાગરા ઊડતા ડાયરાના આયોજન સામે સવાલો ઊઠ્યા છે.


comments powered by Disqus