પાલનપુરમાં મણીભવન હોસ્પિટલના લોકરમાંથી રૂ. ૪૫ કરોડના આભૂષણની ચોરીમાં ગુનો નોંધાયો

Tuesday 02nd November 2021 10:11 EDT
 

પાલનપુર: પાલનપુરમાં મણીભવનમાંથી વર્ષો જુની ઝવેરાત સહિત રૂપિયા ૪૫ કરોડની મિલ્કતની ચોરી થઇ હોવાની મુંબઇ લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે મામલામાં વિવિધત ગુનો નોંધાયો છે.
મુંબઇના પ્રશાંત કિશોર મહેતાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં જણાવાયું હતું કે પાલનપુરમાં મણીભુવન હોસ્પિટલના સેઇફ ડિપોઝિટ વોલ્ટમાં રાખવામાં આવેલા રૂપિયા ૪૫ કરોડના હિરા-ઝેવરાત સહિત મોંઘી ચિજ વસ્તુઓની ચોરી થઇ છે. આ અંગે સન ફાર્મા ચેરમેન દિલીપ સંઘવી તેમજ મણીભુવનના સંચાલકો સાથે ફરિયાદ નોંધવામાં આવે. પાલનપુર મણીભુવનનું અંદાજીત ચાર વર્ષ અગાઉ જુનુ બિલ્ડીંગ તોડી નવું બનાવવામાં આવ્યું. હતું. આ આ સમગ્ર કામકાજ મુંબઇથી જ દેખરેખ હેઠળ થતું હતું. તે વખતે આ ઇશ્યુ બહાર આવ્યો હતો. જેમાં ૩.૫ કિલો સોનાના દાગીના, બરોડાના રોજાઓ. ૮.૫ કેરેટનો ગુલાબી હીરો. બરોડાના મહરાજાનો કડો. ચાંદીનો થાળ. પન્નાના હાર. માણેકના દસ બટન, પીળા રંગનો નવ કેરેટનો હીરો. સહિત. ૪૦થી ૪૫ કરોડની કિંમતી ચિજવસ્તુઓની ચોરીનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.


comments powered by Disqus