વિસનગર: વિસનગરના તરભ શિવધામ વાળીનાથ મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાળીનાથ ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમને પાલખીમાં બેસાડીને સ્ટેજ પર લઇ જવામાં આવ્યા હતા જ્યાં રબારી સમાજ દ્વારા રજતતુલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે જણાવ્યુ હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સરળ સ્વાભાવને કારણે લોકોના મનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર મુખ્યમંત્રી મળ્યા છે. અમારા મુખ્યમંત્રી ખૂબ ભોળા છે. એ પોતે કહે છે કે હું સરળ સ્વભાવનો છું. કોઇ તેમની પાસે હા ન પડાવી જાય એટલે અમારે મુખ્યમંત્રીનું ધ્યાન રાખવું પડે છે.
બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે તમારે સમાજ માટે જે કામ પડે, જે કામ હોય તેનું લિસ્ટ બનાવી લઇને આવજો. રબારી સમાજના અગ્રણીઓની સાથે હંમેશા મળવાનું થયું છે જેનાથી નાતાથી સારા સંબંધો બંધાય છે અને સંબંધો પણ હુંફાળા રહે છે.

