મુન્દ્રા ડ્રગ્સ કેસ: તપાસ માટે એઆઈએની ટીમના કચ્છમાં ધામા

Tuesday 02nd November 2021 10:15 EDT
 

ભુજ: ઈરાનના અબ્બાસ બંદરથી કચ્છના મુન્દ્રા બંદરે મોકલાયેલા બે કાર્ગો કન્ટેનરમાંથી ૨૧ હજાર કરોડના હેરોઈન મામલે નેશલન ઇન્વસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ ફરીવાર કચ્છ આવી છે. એનઆઈએની ટીમે હેરોઈન કેસના આરોપી માચાવરમ સુધાકરે આયાત કરેલા તમામ કન્સાઇનમેન્ટના ડેટાની પણ મુન્દ્રામાં તપાસ શરૂ કરી હોવાની ચર્ચા છે.
એએસપી કક્ષાના અધિકારીની હજારીમાં ખજૂરના એક કન્ટેનરની પણ ચકાસણી શરૂ કરાઈ છે. કન્ટેનરમાં અંદાજિત ૨૭ હજાર કજેટલા ખજૂના પેકેટ હોવાથી તમામની મેન્યુઅલી તપાસ કરાઈ રહી હોવાનુ કહેવાય છે. જેના પગલે એનઆઈએની ટીમ ટૂંક સમયમાં નવા ખુલાસા કરે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે.
હેરોઈન કેસની તપાસ એનઆઈએને સોંપાઈ છે. જેમાં એનઆઈએ માચાવરમ સુધાકર અને દુરાગપૂર્ણા વૈશાલી ગોવિંદરાજુ અને રાજકુમાર પી.ના ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને કેસમાં અફઘાન નાગરિક મોહમ્મદ ખાનની દિલ્હીથી ધરપકડ કરી હતી.


comments powered by Disqus